રોહિતકુમાર, હિસાર: રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા બે દિવસ માટે હિસારની મુલાકાતે છે. આ દરમિયાન ડો. ચંદ્રા એક ડઝનથી પણ વધુ કાર્યક્રમમાં ભાગ લેશે. પહેલા દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન છે. જે હેઠળ રાજ્યસભા સાંસદ ડો.ચંદ્રા દેશમાં શરૂ થયેલી સ્વચ્છતા જ સેવા મુહિમમાં પોતાનું યોગદાન આપવા માટે હિસારના લાહોરિયા ચોક પહોંચ્યાં. ત્યાં તેમણે ઝાડૂ લગાવીને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી. આ દરમિયાન હિસારના પ્રશાસનિક અધિકારી પણ હાજર રહ્યાં. સફાઈ અભિયાનમાં ભાગ લીધા બાદ રાજ્યસભા સાંસદ ડો.સુભાષ ચંદ્રા હાંસી પહોંચ્યાં. ત્યાં તેમણે હાંસીના શ્રી શ્યામબાબા મંદિરમાં ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો. હાંસીમાં આ કાર્યક્રમ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો જોવા માટે  કરો ક્લિક. રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ હિસારમાં કર્યું શ્રમદાન 


ફળદાર છોડનું વિતરણ કરીને પર્યાવરણ સજાગતાનો આપ્યો સંદેશ
નક્કી કાર્યક્રમ મુજબ રાજ્યસભા સાંસદ ડો.સુભાષ ચંદ્રા આદમપુરના સદલપુર પહોંચ્યાં. સદલપુરમાં એચએયુના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ફળદાર છોડનું વિતરણ કરવામાં આવ્યું. તેના દ્વારા પર્યાવરણ સજાગતાનો સંદેશ આપવામાં આવ્યો. ડો. સુભાષ ચંદ્રાએ સદલપુરમાં કિસાન ગોષ્ઠીને પણ સંબોધિત કરી. આ દરમિયાન ત્યાં એચએયુના કૃષિ વૈજ્ઞાનિક અને અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં ડો.ચંદ્રાએ સદલપુરમાં એચએચુના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં છોડ વાવ્યાં હતાં. 


રાજ્ય સભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા દત્તક લીધેલા ગામમાં શરૂ કરશે સ્કોલરશીપ સ્કીમ
મળતી માહિતી મુજબ લગભગ11 વાગે તેઓ ડો.ચંદ્રા ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલયમાં ફળદાર છોડનું વિતરણ કરવા માટેના કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. ત્યારબાદ રાજ્યસભા સાંસદ ડો. ચંદ્રા દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધેલા ગામ આદમપુરની સરકારી શાળામાં થનારા કાર્યક્રમમાં સચ વિજયા સ્કોલરશીપ સ્કીમ શરૂ કરવા માટે પહોંચ્યાં. અત્રે જણાવવાનું કે આ હેઠળ નિર્ધારિત માપદંડો મુજબ પસંદગી પામેલી 100 પુત્રીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધેલા ગામની પ્રતિભાશાળી પુત્રીઓને સ્કોલરશીપથી સન્માનિત કરાશે. રાજ્યસભા સાંસદ આ અવસરે બાળકોને સફળતાની ટિપ્સ પણ આપશે. 


ત્યારબાદ સાંજે 6 વાગે રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા ચિકનવાસ ગામ સ્થિ સવેરા નશામુક્તિ કેન્દ્રમાં પહોંચીને ત્યાં ઉપચાર માટે રહેનારા યુવકોને મળશે અને તેમને નશો છોડીને સમાજહિતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે.